વોશિંગ્ટનઃ મોહમ્મદ પયંગબર સાહેબ પરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવનારા દેશોમાં અમેરિકા પણ સામેલ થઈ ગયું છે. યુએસએ 'ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના નિવેદનની નિંદા કરી છે. સાથે જ તેમણે આ મામલે ભાજપની કાર્યવાહીની પ્રશંસા કરી છે. આ પહેલા પણ ઘણા અરબ દેશો વિરોધ નોંધાવી ચૂક્યા છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું કે ભાજપના બે નેતાઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની અમે નિંદા કરીએ છીએ અને અમને તે જોઈને આનંદ થાય છે કે પાર્ટીએ જાહેરમાં તે નિવેદનોની નિંદા કરી છે. અમે નિયમિતપણે ભારત સરકાર સાથે ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતા સહિતના માનવાધિકારના મુદ્દાઓ પર જોડાઈએ છીએ, અમે ભારતને માનવાધિકારો માટે તેમનું સન્માન વધારવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ,"
શું હતી ઘટના
ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ 26 મેના રોજ મોહમ્મદ પયગંબર સાહેબ વિશે ટિપ્પણી કરી હતી. તેમને એક ટીવી ડિબેટમાં કહ્યું હતું કે ઇસ્લામિક ધાર્મિક પુસ્તકોમાં કેટલીક વસ્તુઓ એવી છે કે લોકો મજાક ઉડાવી શકે છે. ઘણા ઇસ્લામિક દેશોએ આ વિવાદાસ્પદ નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમાં ઘણા એવા દેશ હતા જેમના ભારત સાથેના સંબંધો નજીકના છે. બાંગ્લાદેશમાં દેખાવકારોએ વડાપ્રધાન શેખ હસીના પાસેથી ઔપચારિક નિંદાની માંગ કરી હતી.
અમેરિકા પહેલા કતાર, ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, પાકિસ્તાન સહિત ઘણા ઈસ્લામિક દેશોએ ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. નુપૂર શર્મા ભારતમાં પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરી રહ્યાં છે. તેમની સામે અનેક FIR નોંધવામાં આવી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post
2022-06-22 12:20:01
અમેરિકામાં હુમલાખોરે પોલીસ અધિકારી સહિત અનેક લોકો પર કર્યું ફાયરિંગ- Gujarat Post
2022-06-20 09:36:20
ગૌરવની ક્ષણ, ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશ માટે ફરી જીત્યો ગોલ્ડ મેડલ- Gujarat post
2022-06-19 09:20:35
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36