Sat,20 April 2024,2:25 am
Print
header

કોરોનાની મહામારીથી US માં 2483 લોકોનાં મોત, 1 લાખ 42 હજાર લોકો કોરોનાગ્રસ્ત

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધી 2443 લોકોનાં મોત થઇ ગયા છે અને 1 લાખ 42 હજાર જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, મહામારીની આ સ્થિતી સામે મહાસત્તા અમેરિકા લાચાર દેખાઇ રહ્યું છે, લોકો આ સ્થિતી માટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણી રહ્યાં છે. સામે ટ્રમ્પ કહી રહ્યાં છે કે આ મહામારીમાં મોતનો આંકડો 1 લાખથી ઓછો હશે તો તેનો મતલબ છે કે આપણે તેની સામે જીત્યા છીએ, એટલે કે આ આંકડો વધી શકે તેમ છે, પરંતુ અમારી સરકાર મજબૂત રીતે કોરોના સામે લડી રહી છે. જે લોકો કોરોનાથી બચશે તે લોકો નસીબદાર હશે.

 

ટ્રમ્પ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. અહી મોતનો આંકડો 1 લાખ જેટલો થવાની સંભાવના છે, સૌથી વધુ ન્યૂયોર્ક સીટીમાં લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જે આંકડો 45 હજારની આસપાસનો છે.ત્યારે હજુ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધશે અને મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે, ચીન પછી સૌથી વધુ કોરોનાના દર્દીઓ અત્યારે અમેરિકામાં છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch