Sat,20 April 2024,11:06 am
Print
header

અમેરિકામાં દુકાનમાં જ કડી પાસેના ગામોના 2 વ્યક્તિઓની હત્યા, CCTVમાં સમગ્ર ઘટના કેદ

વિદેશમાં વસતા ગુજરાતીઓની સલામતી જોખમાઇ રહી છે, થોડા સમય પહેલા જ વિદેશમાં ગુજરાતીઓની હત્યાના 2 બનાવ બન્યા હતા, હવે ગુજરાતના કડી પાસેના ભટાસણના કિરણ પટેલ અને ખરણાના ચિરાગ પટેલની એક દુકાનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે, ઘટના બની છે અમેરિકાના ડેનમાર્કમાં, અહીના સાઉથ કેરોલીના સ્ટોરમાં ગાળો ભાંડી હતી અને બાદમાં પોતાની પાસે રહેલી રિવોલ્વરથી બંનેની હત્યા કરી નાખી હતી.

હેરીટેજ હાઈવે ઉપર આવેલા પોબોયસ સ્ટોર્સમાં બંને વ્યક્તિ કામ કરતા હતા, હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, પોલીસે તેને આધારે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, બીજી તરફ મૃતક યુવાનોના પરિવારજનો આ ઘટનાથી શોકની લાગણીમાં ડૂબી ગયા છે, વિદેશમાં વારંવાર બનતી આવી ઘટનાઓ થી ત્યાં રહેતા ગુજરાતીઓમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch