Sun,03 December 2023,6:45 am
Print
header

અમેરિકામાં નાઇટ ક્લબમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત, 18 લોકો ઘાયલ- Gujarat Post News

અમેરિકાઃ કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક એલજીબીટીક્યુ નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટના બની છે.પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. 18 લોકો ઘાયલ થયા છે. કોલોરાડો સ્પ્રિંગ્સના લેફ્ટનન્ટે આ હુમલા વિશે માહિતી આપતા જણાવ્યું કે આ કેસમાં એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.  એલજીબીટીક્યુ નાઇટ ક્લબમાં થયેલા હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસને રાત્રે 11:57 વાગ્યાની આસપાસ ફાયરિંગની માહિતી મળી હતી.જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એક શકમંદની અટકાયત કરી હતી. 

અમેરિકામાં ગોળીબારની આ પહેલી ઘટના નથી. અહીં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે. અમેરિકામાં સામૂહિક ગોળીબાર અને હત્યાકાંડના ધ ગન વાયોલન્સ આર્કાઇવના આંકડા મુજબ 2022માં જુલાઈ સુધીમાં 309 ગોળીબારની ઘટનાઓ નોંધાઈ હતી. આ હત્યાઓમાં 11 વર્ષ સુધીના 179 બાળકો અને 12થી 17 વર્ષ વચ્ચેના 670 કિશોરના મોત થયા છે. 2021માં અમેરિકામાં 693 સામૂહિક ગોળીબાર થયા હતા. 2019માં 417 જગ્યાએ આવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch