Fri,19 April 2024,10:49 am
Print
header

અમેરિકાઃ શિકાગોમાં સ્વતંત્રતા દિવસની પરેડમાં ફાયરિંગ, 6 લોકોનાં મોત - Gujarat Post

વોંશિગ્ટનઃ અમેરિકાના સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) પર શિકાગોમાં પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટના શિકાગોના ઉપનગર ઇલિનોઇસ રાજ્યના હાઇલેન્ડ પાર્કમાં બની હતી. પોલીસના જણાવ્યાં અનુસાર આ હુમલામાં 6 લોકોનાં મોત થયા છે, 31 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.  હુમલાખોરે એક સ્ટોરની છત પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરની શોધખોળ ચાલુ છે.રાષ્ટ્રપતિ જો બાઇડેને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે હું આ નિર્દય હિંસાથી સ્તબ્ધ છું.

હાઇલેન્ડ પાર્ક સિક્યુરિટી ચીફ ક્રિસ ઓ નીલે જણાવ્યું કે પોલીસ શંકાસ્પદ 22 વર્ષીય હુમલાખોરને શોધી રહી છે.તે રંગમાં ગોરો છે અને લાંબા વાળ ધરાવે છે.તેણે સફેદ અને વાદળી ટી-શર્ટ પહેરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક બંદૂક મળી આવી છે. લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

શિકાગો સન-ટાઇમ્સના અહેવાલ મુજબ ઘટનાસ્થળે 5-6 લોકો લોહીથી લથપથ જમીન પર પડેલા છે. ગયા વર્ષે પણ સ્વતંત્રતા દિવસ પર ગોળીબારની ઘટના બની હતી જેમાં 19 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

નોંધનિય છે કે 24 મે, 2022 ના રોજ ટેક્સાસ પ્રાંતની એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 19 બાળકો મોત થયા હતા. હત્યારો એ જ શાળામાં અભ્યાસ કરતો હતો આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતુ કે આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch