(ફાઇલ ફોટો)
એએમસી યોજશે નવરાત્રિ મહોત્સવ
રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ સેન્ટર પર યોજાશે મહોત્સવ
અમદાવાદઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિની ગરબા પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે.
રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ઉલ્લેખનીય છે આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36