Thu,18 April 2024,9:01 am
Print
header

વિકાસના કામોને મંજૂરી, AMC સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં લેવાવા અનેક મોટા નિર્ણય

મક્તમપુરા, સરખેજ, થલતેજ અને ગોતા વોર્ડમાં રૂપિયા 3.51 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના કામો મંજૂર

એએમસી સંચાલિત હોસ્પિટલોમાં સર્જીકલ ડ્રેસીંગ અને કોટન વુલની ચીજવસ્તુઓ ખરીદવા માટે રૂપિયા 1.40 કરોડનો ખર્ચ કરાશે.

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવા, જૂની લાઇનો રીપેર કરવા અને તેને લગતા કામોને મંજુરી આપી દેવામાં આવી છે. રૂપિયા 14 કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં  સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઇન ડીસીલ્ડીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનના ઓપરેશન મેન્ટેનન્સ, સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશનોમાં મીકેનીકલ ઇલેક્ટ્રીક કામો, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરિકની ખરીદી જેવા કામોને મંજૂરી આપવામાં આવી છે.

મક્તમપુરા, સરખેજ, થલતેજ અને ગોતા વોર્ડમાં રૂપિયા 3.51 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના કામોની મંજૂરી આપવામાં આવી છે. નવા પશ્ચિમ દક્ષિણ ઝોન વેજલપુર ખાતે રૂપિયા 40 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે, આરોગ્યને લગતી બાબતોમાં એએમસી સંચાલિત હોસ્પિટલોમાં સર્જીકલ ડ્રેસીંગ અને કોટન વુલની ચીજવસ્તુઓ ખરીદવા માટે રૂપિયા 1.40 કરોડનો ખર્ચ કરાશે. મેલરિયા વિભાગના વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પોગ્રામ અંતર્ગત આઇઆરએસની કામગીરી માટેના કોન્ટ્રાક્ટની મંજૂરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આપી દેવામાં આવી છે આમ શહેરમાં વિકાસના નવા કામો ઝડપથી પુરા કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch