Sat,13 December 2025,12:12 am
Print
header

અંબાલાલ પટેલે ઠંડી વચ્ચે વરસાદની કરી આગાહી, 15 નવેમ્બર બાદ વાતાવરણમાં આવી શકે છે પલટો

  • Published By dilip patel
  • 2025-11-09 13:32:28
  • /

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં પલટાની આગાહી કરી છે, 15 નવેમ્બર બાદ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં 18 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે, 18 નવેમ્બરની આસપાસ ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે અને લો પ્રેશર 22 નવેમ્બર સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે. સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, 8 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે જેના કારણે 18થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે, 22 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

23 નવેમ્બરથી 28 નવેમ્બર સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાના સંકેત રહેતા તારીખ 18 થી 25 નવેમ્બરમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે, બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવી શકે છે અને બીજો એક પશ્ચિમી વિક્ષેપ તારીખ 6 થી 9 ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch