અમદાવાદ, ગાંધીનગરમાં ગરમી ભુક્કા કાઢશે
45 ડિગ્રી પારો પહોંચવાની અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં સૂર્યદેવ આકરા પાણીએ થશે અને રાજ્યમાં ગરમીના જૂના તમામ રેકોર્ડ તૂટી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 10 મે થી ગરમીમાં તોતિંગ વધારો થશે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા ગરમીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે. આ વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી સાથે હીટવેવનો પ્રકોપ જોવા મળશે, જેના કારણે બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે.
ગરમીના કહેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે, 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે. પવનની દિશા બદલાતા વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ ચોમાસા પૂર્વેના સંકેતો માનવામાં આવે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં દરિયાઈ હલચલ વધવાને કારણે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ હલચલને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47