Thu,30 March 2023,6:41 am
Print
header

ભાજપ સરકારે આખરે નમવું રડ્યું, અંબાજીમાં ચીક્કીની સાથે મોહનથાળનો પ્રસાદ પણ મળશે

અંબાજીઃ શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ આપવાની શરૂઆત થતા જ શ્રદ્ધાળુઓ, કોંગ્રેસ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંંગઠનો મેદાનમાં ઉતર્યાં હતા, જેમાં હવે સરકારે હાર માનવી પડી છે. ગાંધીનગરમાં અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને ભાજપ સરકારે બેઠક યોજી હતી. જેમાં નિર્ણય કરાયો છે કે વર્ષોથી અપાતો મોહનથાળ આગળ પણ મળતો રહેશે. ચિક્કીનો પણ પ્રસાદમાં ઉપયોગ ચાલુ રહેશે. ભાજપ સરકારે બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચિક્કી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે.  

નોધનિય છે કે અંબાજી મંદિરમાં 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો પર આંદોલનો શરૂ થયાં હતા. અંબાજીમાં 'ચીક્કી નાબૂદ કરો અને મોહનથાળ ચાલુ કરો'ના પોસ્ટર્સ લાગ્યા હતા. 

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા કૉંગ્રેસ પણ આક્રમક બની હતી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા.ચિક્કી બંધ કરીને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી હતી. જેની સામે હવે સરકાર મોટો નિર્ણય લેવો પડ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch