Sat,20 April 2024,11:37 am
Print
header

હિટ એન્ડ રનઃ અંબાજી પગપાળા જઇ રહેલા યાત્રીઓને અકસ્માત, ત્રણ કિશોરોના મોત

અંબાજીઃ આજે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અંબાજી દર્શન કરવા જઈ રહેલા યાત્રીઓને મોડી રાત્રે 3 વાગ્યે અકસ્માત નડ્યો હતો. પુનમ ભરવા પગપાળા જઇ રહેલા યાત્રીઓને એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા 3 કિશોરોના ઘટના સ્થળે મોત થઇ ગયા છે. મૃતકોમાં 2 કિશોર અને 1 કિશોરીનો સમાવેશ થાય છે. તેમના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. 

નરેશ બચુભાઈ ડામોર (ઉં.વ 16 વર્ષ), હરીશ શંકરભાઈ ડામોર (ઉં.વ 15 વર્ષ), રેશ્મી ભોઈ (ઉં.વ 12 ) ને રાણપુર વિસ્તારમાં કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ કારે રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. ઈન્દ્રા સોમાજી તબીયાડ, (ઉં.વ 14), રાકેશ ડામોર (ઉં.વ 12) આ 2 યાત્રી ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch