Fri,26 April 2024,1:14 am
Print
header

અક્ષયકુમારને પણ લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વીટ કરીને આપી જાણકારી

મુંબઇઃ બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે હવે અભિનેતા અક્ષય કુમારને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે તેમને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેઓ ઘરમાં જ ક્વોરન્ટાઇન થયા છે તેમની તબિયત સ્થિર છે ડોક્ટરની સલાહ મુજબ તેઓ દવા લઇ રહ્યાં છે. તેમને કહ્યું છે કે થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઇએ.

અગાઉ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, બપ્પી લહરી સહિતની અનેક હસ્તીઓને કોરોના થયો છે ક્રિકેટર સચિન તેંડલુકર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે હોસ્પિટલમાં તેમની સારવાર થઇ રહી છે. નોંધનિય છે કે દેશભરમાં સૌથી વધારે કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં છે ખાસ કરીને મુંબઇમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે. સતત નવા કેસ આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93 હજારથી વધુ કેસ આવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch