Wed,24 April 2024,3:49 am
Print
header

Big News- મૃતક મહંત નરેન્દ્રગીરીની 7 પેજની સ્યૂસાઇડ નોટ મળી, હિંદુ સમાજ શોકમાં ડૂબ્યો

PM નરેન્દ્ર મોદી, યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું

 

ઉત્તરપ્રદેશઃ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગીરીનું પ્રયાગરાજમાં શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. પોલીસના જણાવ્યાં અનુસાર તેમનો મૃતદેહ અલ્લાપુરના બાગંબરી ગદ્દી મઠના રૂમમાં લટકતી હાલતમાં મળ્યો છે. આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલમાં તો આ ફાંસી લગાવીને આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. મહંતના રૂમમાંથી 7 પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. પોસ્ટમોર્ટમ બાદ જ આ ઘટનાનું કારણ સ્પષ્ટ થશે. 

એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓના જણાવ્યાં મુજબ નરેન્દ્રગીરી જે રૂમમાં હતા ત્યાં જ આત્મહત્યા કરી લીધી છે. તે દરવાજો બંધ હતો, તેમના અનુયાયીઓની માહિતી પર નરેન્દ્રગીરીનો મૃતદેહ દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો છે.

શિષ્ય આનંદગીરીને ઉત્તરાખંડ પોલીસે કસ્ટડીમાં લઇ લીધો છે. સ્યૂસાઈડ નોટમાં મહંત નરેન્દ્રગીરીએ આનંદગીરી અને અન્ય લોકો પર અનેક આરોપ લગાવ્યાં છે. ઉત્તરાખંડ પોલીસે હરિદ્વારથી આનંદગીરીની અટકાયત કરી લીધી છે. આ સાથે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી આદ્ય પ્રસાદ તિવારી અને તેમનો પુત્ર સંદીપ તિવારી પણ સામેલ છે. આ સિવાય નરેદ્રગીરીના સુરક્ષાકર્મી અજયસિંહ, મનીષ શુક્લા, અભિષેક મિશ્રા, શિવેક મિશ્રાના નામો પણ સ્યૂસાઇડ નોટમાં છે.

શિષ્ય આનંદગીરીના જણાવ્યાં અનુસાર ગુરુજીએ મનીષ શુક્લને કરોડો રૂપિયાનું ઘર આપ્યું હતું. આઈજી રેન્જ કેપી સિંહે જણાવ્યું કે સ્થળ પરથી 7 પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં 7 જેટલા લોકોનાં નામ છે, તેમને કેટલાક શિષ્યોના ખરાબ વર્તનની વાત કરી છે. સાથે જ અગાઉ મઠની કરોડો રૂપિયાની જમીનનો પણ એક વિવાદ ચાલી રહ્યો હતો જે મામલો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોચ્યો હતો.

મહંતના મોતથી હિન્દુ સમાજ શોકમાં છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ સહિતની હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch