બારામતી: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયું છે.66 વર્ષીય અજિત પવાર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ પહેલા આ કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે સવારે 8.45 વાગ્યે અજિત પવારનું ચાર્ટર્ડ પ્લેન બારામતી રનવે પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી.
એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, પ્રથમ પ્રયાસમાં રનવે સ્પષ્ટ ન દેખાતા પાયલટે પ્લેનને ફરી ઊંચાઈ પર લીધું હતું. બીજા પ્રયાસ દરમિયાન વિમાન લપસી પડ્યું હતું અને જોતજોતામાં પ્લેન અગનગોળો બની ગયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત નીપજ્યા હતા.
દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ અને કોકપીટ વોઈસ રેકોર્ડરમાં મહિલા કો-પાયલટના છેલ્લા શબ્દો "ઓહ શિટ... ઓહ શિટ" સંભળાયા હતા, જે દર્શાવે છે કે છેલ્લી ક્ષણોમાં પાયલટે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. આશ્ચર્યની વાત એ છે કે પાયલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ કે ‘મેડે’ કોલ પણ કર્યો ન હતો.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે અને શાળાઓમાં રજા જાહેર કરી હતી.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
ભારત- અમેરિકા ટ્રેડ ડીલ પર મોદી સરકારે સંસદમાં શું આપ્યું મોટું નિવેદન ? Gujarat Post | 2026-02-03 18:26:28
રાહુલ ગાંધીએ ચીન મામલે નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા | 2026-02-02 14:12:14
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા | 2026-01-31 21:50:38
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30