નવી દિલ્હીઃ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ મહિલા પર પેશાબ કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. DGCA એ એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિમાન ઉડાવનાર પાયલટનું લાયસન્સ 3 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. એર ઇન્ડિયાની ડિરેક્ટર-ઇન-ફ્લાઇટ સેવાઓને તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
વિવિધ ધારા-ધોરણોના ભંગ બદલ કાર્યવાહી
એર ઇન્ડિયાએ 26 નવેમ્બરે આરોપી શંકર મિશ્રા પર 4 મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો. શંકરે ન્યૂયોર્કથી દિલ્હીની ફ્લાિઇટમાં એક મહિલા પર પેશાબ કર્યો હતો.આ ઘટના 4 જાન્યુઆરીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના ધ્યાનમાં આવી હતી.
એર ઇન્ડિયાના સીઇઓએ માંગી માફી
એર ઇન્ડિયાના સીઇઓએ આ ઘટના બદલ માફી માંગી હતી. સીઈઓએ કહ્યું કે ચાર ક્રૂ મેમ્બર્સ અને એક પાયલટને તપાસ સુધી ફરજ પરથી દૂર કરવામાં આવ્યાં છે અને એરલાઇન વિમાનમાં દારૂ આપવાની નીતિની સમીક્ષા કરી રહી છે.
વ્યક્તિગત પીડાનો વિષય: ટાટા સન્સના ચેરમેન
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂના નશામાં મહિલા મુસાફર પર એક વ્યક્તિએ પેશાબ કર્યો હોવાની ઘટના તેમના માટે દુ:ખની વાત છે. એર ઇન્ડિયાની પ્રતિક્રિયા ઘણી ઝડપી હોવી જોઈતી હતી. અમે પરિસ્થિતિને જે રીતે નિયંત્રિત કરવી જોઈતી હતી તે રીતે સંભાળવામાં નિષ્ફળ ગયા.
જાણો શું હતો આખો મામલો ?
નવેમ્બરના અંતમાં બનેલી આ ઘટનાના એક મહિનાથી વધુ સમય પછી આક્ષેપો સામે આવ્યાં બાદ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તે ઘણા દિવસોથી પોલીસથી ભાગી રહ્યો હતો. અમેરિકન બેન્કિંગ જાયન્ટ વેલ્સ ફાર્ગોએ તેને નોકરીમાંથી બરતરફ કર્યો હતો.આરોપી શંકર મિશ્રા 26 નવેમ્બર, 2022 ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ન્યૂયોર્કથી નવી દિલ્હી જઇ રહ્યો હતો ત્યારે તે નશામાં હતો, તેને બિઝનેસ ક્લાસમાં બેઠેલી 72 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29