Thu,25 April 2024,6:13 pm
Print
header

AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ લીધી Corona Vaccine, કહ્યું બધા કોરોના વેક્સિન લગાવડાવે

નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થવાના પ્રથમ દિવસે એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોના વેક્સિન લગાવડાવી હતી. તેમણે દેશમાં બનાવવામાં આવેલી સ્વદેશી કોરોના વેક્સિન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોટી હસ્તીઓ દ્વારા કોરોના વેક્સિન લગાવવાથી લોકોમાં વેક્સિનને લઈને વિશ્વાસ વધશે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે દિલ્હીમાં અને એમ્સના પૂર્વ ડાટરેક્ટર ડોક્ટર અશોક મહાપાત્રાએ ભુવનેશ્વરમાં સ્વદેશી કોરોના વેક્સિન લગાવડાવી છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યાં બાદ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોરોના વેક્સિનથી કોઈ સમસ્યા નથી, બધા લોકો રસીકરણ કરાવે. 

ભારતમાં આજે 16 જાન્યુઆરી 2021થી વિશ્વમાં સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સવારે 10.30 કલાકે આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે તે વૈજ્ઞાનિક, વેક્સિન રિસર્ચ સાથે જોડાયેલા અનેક લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના વિરુદ્ધ વેક્સિન બનાવવામાં લાગ્યા હતા. 

સામાન્ય રીતે એક વેક્સિન બનવામાં વર્ષો લાગી જાય છે. સૌથી પહેલા એક કરોડ 60 લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં 51 લાખ 82 હજારથી વધુ હેલ્થ વર્કર, 4 લાખ 31 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ, 1 કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને 1 લાખ 5 હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch