Fri,19 April 2024,9:53 am
Print
header

અમદાવાદઃ બુટલેગરે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમીયો, જાણીને તમે રહી જશો દંગ- Gujarat Post

(આરોપીઓ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી કાર)

  • કાર ઉપર પોલીસની પ્લેટ અને સિમ્બોલ લગાવી કરતો હતો દારૂની હેરાફેરી
  • અમરાઈવાડીના નામચીન બુટલેગરને પીસીબીએ પકડ્યો
  • લક્ઝુરિયર્સ કારમાં વાસુ નામનો બુટલેગર કરતો હતો દારૂ, બિયરની હેરાફેરી
  • પાંચ ગુનામાં વોન્ટેડ છે આરોપી
  • ગાડીની નંબર પણ ખોટી લગાવી હતી

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીના ઢોલ પીટવામાં આવી રહ્યાં છે પરંતુ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડાય જ છે. ગુજરાતમાં દારૂબંધી છે તેનો લાભ લઈને રૂપિયા કમાવવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. એક બુટલેગરે પોલીસથી બચવા અપનાવેલો કિમીયો જોઈને પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ છે. પોલીસની પ્લેટ અને સિમ્બોલ લગાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરને  પીસીબીએ ઝડપી લીધો છે.

પીસીબીએ ક્રેટા કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો અમરાઈવાડીના નામચીન બુટલેગર વાસુનો હોવાનું જાણવા મળ્યું છે. વાસુ પાંચ કેસમાં છે. ક્રેટા કારમાંથી 40 પેટી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch