અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવી રહી હતી. તે કેસની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
મારુતિ પ્લાઝા સોસાયટીમાં વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યાં હતા. આ ખીરામાંથી ઢોસા બનાવી આખા પરિવારે ભોજન કર્યું હતું. આ ખીરામાંથી બાનવેલ ઢોંસા ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક લથડી ગઈ હતી.
3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બે માસૂમ બાળકીઓનાં મોત થયા હતા. જ્યારે તેમના માતા-પિતા પણ ગંભીર હાલતમાં પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિમલ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં અને તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતા.
તેમના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ જેવી ઝેરી દવાની હાજરી જોવા મળી છે. જે સામાન્ય રીતે અનાજમાં જીવાતો રોકવા માટે ઉપયોગમાં લેવાય છે. થોડા દિવસો પહેલા વિમલ પ્રજાપતિ ઘઉંમાં નાખવા માટે આ દવા લાવ્યાં હતા. હવે પોલીસ હવે આ દિશામાં પણ તપાસ કરી રહી છે
શરૂઆતમાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરાના કારણે આ ઘટના બની હતી. જો કે તપાસકર્તાઓના મતે માત્ર ઢોસાનું ખીરું ખાવાથી બે બાળકીઓના મોત અને માતા-પિતા ગંભીર હાલતમાં પહોંચે તે શક્ય નથી. બ્લડ રિપોર્ટમાં ઝેરી દવા મળતા હવે પોલીસ આત્મહત્યા અથવા હત્યાની શક્યતાઓ પર પણ તપાસ કરી રહી છે. હાલ બાળકીઓના સેમ્પલમાં પણ આ જ દવાની હાજરી છે કે નહીં તેની તપાસ કરી રહી છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14