Wed,16 July 2025,8:09 pm
Print
header

નરાધમ પ્રેમીએ દોસ્ત સાથે મળીને ન્યૂડ વીડિયો વાઇરલ કર્યો હતો, અમદાવાદમાં યુવતીએ બિલ્ડીંગ પરથી કૂદીન કર્યો આપઘાત

  • Published By Mahesh patel
  • 2025-07-05 16:46:32
  • /

યુવતીની આત્મહત્યાથી પરિવાર આઘાતમાં 

પ્રેમી જ નીકળ્યો નરાધમ, વીડિયો દોસ્તને આપીને કર્યો વાઇરલ 

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીએ બિલ્ડીંગના 14 માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હાર્દિક રબારી અને મોહિત મકવાણા નામના બે શખ્સોએ આ યુવતીનો ન્યૂડ વીડિયો વાઇરલ કર્યો હતો.

યુવતીનો પ્રેમી મોહિત સાથેનો વીડિયો વાઇરલ થતા તેને આત્મહત્યા કરી લીધી છે, આ યુવતીને બ્લેકમેઇલ કરાતી હોવાનું સામે આવ્યું છે. યુવતી મોહિત મકવાણા સામે પ્રેમમાં હતી અને બંનેના અંગત પળોનો વીડિયો હાર્દિકને મોહિતે જ આપ્યો હતો, યુવતીએ હાર્દિકને વીડિયો ડિલેટ કરવા કહ્યું હતુ, પીડિત યુવતી અન્ય મહિલા મિત્ર સાથે જઇને હાર્દિકને મળી હતી અને વીડિયો કાઢી નાખવા માટે આજીજી કરી હતી.

તેમ છંતા આ નરાધમોએ યુવતીનો વીડિયો વાઇરલ કરીને તેની જિંદગી બરબાદ કરી નાખી હતી, આ કેસમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. બીજી તરફ મૃતક યુવતીનો પરિવાર આઘાતમાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch