Tue,14 January 2025,11:22 am
Print
header

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત બે લોકો ACB ની ઝપેટમાં આવ્યાં, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

અમદાવાદઃ ફરીયાદીની ફરીયાદ મુજબ ચાર મહિના પહેલા દારૂના કેસમાં વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરી હતી. જે કેસમાં  વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર માધવજીભાઈ પટેલે ફરીયાદીને ખોટી રીતે ડરાવી ધમકાવી અને બીજા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. 50,000 લઈ લીધા હતા અને બીજા રૂ. 30,000 ની માંગણી કરાઇ હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ ભરતભાઇ બચુભાઇ ઠાકોર ખાનગી વ્યક્તિને આપવા જણાવ્યું હતું. છટકા દરમિયાન આરોપી રાજેશકુમાર વતી લાંચની રકમ રૂ.30,000 ભરતે સ્વીકારી અને એસીબીએ તેને ઝડપી લીધો હતો.

ટ્રેપીંગ અધિકારી: ડી.બી.મહેતા
પોલીસ ઇન્સપેકટર ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ

સુપરવિઝન ઓફીસર : એ.વી.પટેલ, મદદનીશ નિયામક
ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch