Thu,25 April 2024,2:47 pm
Print
header

જેવી જ રૂપિયા 80,000 ની લાંચ લીધી તેવી જ ACB ની ટીમ ત્રાટકી, નવા વાડજના હેડ કોન્સ્ટેબલ લાંચમાં ઝડપાયા

સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર, એસીબી, ટ્રેપિંગ અધિકારી, એચ.બી.ચાવડા અને તેમની ટીમનું ઓપરેશન

અમદાવાદઃ રાજ્યમાં એક જ દિવસમાં એસીબીએ ત્રણ જુદી જુદી ટ્રેપમાં ભ્રષ્ટાચારીઓને સબક શિખવી દીધો છે, જેમાં અમદાવાદના નવા વાડજ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ રૂપિયા 80 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે. ચંદનસિંહ મનુભાઇ ચૌહાણ, અ.હે.કોન્સ. બે.નં.3730 ને એસીબીએ ઝડપી પાડ્યાં છે. આરોપી પોલીસકર્મીએ નવા વાડજ પોલીસ ચોકીમાં જ લાંચ લીધી હતી.

ફરિયાદી વિરૂધ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં એક અરજી થયેલી જેની તપાસ નવા વાડજ પોલીસ ચોકી ખાતે ચાલતી હતી. આરોપી પોલીસકર્મીએ ફરીયાદીને અરજી મામલે હેરાન નહીં કરવા અને ફરિયાદીનું નામ તપાસમાંથી કાઢી નાખવા લાંચ પેટે 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદને આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખીને લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 80 હજાર રૂપિયા પડાવી લીધા હતા, જેવા પૈસા લીધા કે તરત જ એસીબીની ટીમ ત્યાં ત્રાટકી હતી અને લાંચિયા પોલીસકર્મીને રંગેહાથ ઝડપી લીધો હતો.

સુપરવિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર, એસીબી, ટ્રેપિંગ અધિકારી, એચ.બી.ચાવડા અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે, જેને લીધે અન્ય લાંચિયા પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. અમે તમને જણાવી દઇએ કે છેલ્લા થોડા જ સમયમાં ગાંધીનગર એસીબીની ટીમે સપાટો બોલાવી દીધો છે, એક પછી એક ટ્રેપ કરીને અનેક લાંચિયા બાબુઓને ખુલ્લા પાડી દીધા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch