Fri,19 April 2024,4:07 am
Print
header

છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, હવે સંગઠનમાં ફેરફાર ક્યારે થશે ?

અમદાવાદઃ 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના ચૂંટણી પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી છે અને આ તમામ જગ્યાઓએ કમળ ખિલ્યું છે, પ્રદેશ અધ્યક્ષ પાટીલના ભાજપમાં જ રહેલા વિરોધીઓની પણ બોલતી બંધ થઇ ગઇ છે. બીજી તરફ દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે. સુરતમાં કોંગ્રેસ કરતા નવી આવેલી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાના માર્ગદર્શન હેઠળ સારો દેખાવ કર્યો છે, કોંગ્રેસની નિષ્ફળતા ફરીથી છતી થઇ છે અને હવે દર વખતની જેમ આ વખતે પણ રાજીનામાના નાટક થઇ શકે છે.

કોંગ્રેસને હાર્દિક પટેલની સભાઓ પણ બચાવી શકી નથી, એક રીતે અહીં હાર્દિક પટેલ પણ નિષ્ફળ છે ત્યારે આ હાર માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સીધા જવાબદાર ગણી શકાય જેથી હવે કોંગ્રેસમાં જ ફરીથી સંગઠનમાં ફેરફારની માંગ ઉગ્ર બનશે, હવે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ જતા ફરીથી પાર્ટીમાં નાટકો શરૂ થઇ જશે અને ફરીથી દોષનો ટોપલો ઇવીએમ પર પણ નાખવામાં આવી શકે છે, જો કે આ વખતે નિષ્ફળ નેતાઓને કોંગ્રેસ હાઇ કમાન્ડે બહારનો રસ્તો દેખાડી દેવો જોઇએ બાકી આગામી સમયમાં પણ આ નિષ્ફળ નેતાઓ કોંગ્રેસનું કોઇ ભલુ કરવાના નથી. પહેલાથી જ કોંગ્રેસમાં અંદરો અંદરના ઝઘડા અને સિનિયર નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યાં છે અને હવે કોંગ્રેસે તેના પરિણામો ભોગવવા પડી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch