Thu,25 April 2024,5:25 pm
Print
header

શ્યામલ વિસ્તારમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, વિદેશી યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવ્યાપાર

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ શહેરમાં પોલીસે વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, શહેરના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2ના એક મકાનમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યાં હતા, જ્યાંથી મહિલા સંચાલક આશા પટેલ તેનો પતિ તુષાર પટેલ અને ભાગીદાર ભરત મકવાણાની ધરપકડ કરાઇ છે, જ્યારે સેક્સ રેકેટમાં સંડોવાયેલા ઉસ્માન નામના શખ્સની શોધખોળ થઇ રહી છે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અહી 2 વર્ષથી મકાન ભાડે રાખીને આ સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતુ.

પોલીસને માહિતી મળી હતી કે અહીં વિદેશી યુવતીઓ લાવીને સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં અહી ગ્રાહકો પણ જતા હતા, જેમાં ડમી ગ્રાહક બનાવીને મહિલા ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર સેક્સ સ્કેમનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહી ઉઝબેકિસ્તાનની યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે ઉસ્માન નામનો શખ્સ તેમને અહી સંપર્ક કરીને મોકલતો હતો. હવે આ હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તેની તપાસ થઇ રહી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch