Sun,08 December 2024,11:21 pm
Print
header

અમદાવાદઃ શ્રાવણીયો જુગાર રમતા પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત 9 લોકો ઝડપાયા, સેટેલાઇટ પોલીસે હોટલમાં પાડી હતી રેડ

શ્રાવણીયો જુગાર રમતા 9 લોકો ઝડપાયા

પૂર્વ એડિશનલ ડીજીપીનો પુત્ર પિયુષ હેમરાજ ગેહલોત ઝડપાયો

અમદાવાદઃ શ્રાવણીયો જુગાર રમતા 9 લોકો ઝડપાયા છે. સેટેલાઇટ પોલીસે ઝાંસીની રાનીના સ્ટેટ્યૂ પાસે આવેલી હોટલ માન રેસિડન્સીમાં રેડ પાડી હતી. 9 જુગારીઓમાંથી એક જુગારી પિયુષ હેમરાજ ગેહલોત પૂર્વ એડિશનલ ડીજીપીનો પુત્ર છે. સેટેલાઇટ પોલીસે તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હોટેલ માન રેસિડન્સીના રૂમ નંબર 413માં રેડ પાડી હતી

સેટેલાઇટ પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદની સેટેલાઇટ પોલીસે બાતમીને આધારે હોટેલ માન રેસિડન્સીના રૂમ નંબર 413માં રેડ પાડી હતી.પોલીસ રેડમાં 9 જુગારીયાઓની ટોળકીને ઝડપી હતી. પોલીસે 9 જુગારીઓ પાસેથી 77 હજાર રૂપિયાની રોકડ, 11 મોબાઇલ, ટુ વ્હિલર-ફોર વ્હિલર મળી કુલને 13.39 લાખ રૂપિયાનો માલ કબ્જે કર્યો છે. સેટેલાઇટ પોલીસે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીયાઓના નામો

પિયુષ હેમરાજભાઈ ગેહલોત- મેમનગર, અમદાવાદ

પરાગ મહેશભાઈ ઈમાનદાર- જીવરાજપાર્ક, અમદાવાદ

પ્રજ્ઞેશ મહેશભાઈ ગાંધી- આંબાવાડી, અમદાવાદ

ઈશાન મનોજભાઈ ઠક્કર- થલતેજ, અમદાવાદ

સંજીવ નંદલાલ પુરોહિત- નારણપુરા, અમદાવાદ

મહાદેવ મહેશભાઈ ભાનુશાળી- બોપલ, અમદાવાદ   

જીતેમન્દ્ર નટવરલાલ વાઘેલા- આંબાવાડી, અમદાવાદ

અમિત વિજયભાઈ મિત્તલ- વાસણા, અમદાવાદ   

અંકુર હરિપ્રસાદ ખેતાન- સનાથળ, અમદાવાદ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch