Sat,20 April 2024,7:13 am
Print
header

વિદેશીઓને લૂંટી લીધા, સાણંદમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર- 19 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. સાણંદના વાસણા ગામ પાસેથી અમેરિકન નાગરિકોને ઠગીને પૈસા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીને આધારે સાણંદના ઇયાવા પાસેના નટરાજ એસ્ટટમાં આવેલા ગોડાઉનમાં રેડ કરીને 19 યુવકોની ધરપકડ કરી લીધી છે. ગ્રામ્ય એલસીબીએ તપાસ કરતા બોગસ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી ભાવેશ ઠક્કર અને વિક્કી પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.બોગસ કોલ સેન્ટરમાં કામ કરતા 19 યુવકોમાંથી 17 યુવકો અમદાવાદના રહેવાસી છે.

આરોપીઓ પોલીસને ખબર ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં ગોડાઉનમાં છેલ્લાં એક મહિનાથી બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, આરોપીઓ અમેરિકન નાગરિકો પાસેથી લોન આપવાના બહાને પૈસા પડાવતા હતા અને આ બોગસ કોલ સેન્ટર ચલાવવા માટે દિલ્હીથી ટ્રેનિંગ પણ લીધી હતી. કોલ સેન્ટરમાં કામ કરનારને 15 થી 20 હજાર રૂપિયા પગાર આપતાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, 19 લેપટોપ, 9 વાહનો સહિત 22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ લોકો લોન આપવાના બહાને કોઇ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકોને કોલ કરતા હતા અને ફી પેટે કોઇ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવીન છેતરપિંડી કરતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch