અમદાવાદઃ શહેરમાં કાળા વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો છે. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકો અટવાયા હતા. નિકોલ, નરોડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એસ.પી રિંગ રોડ પર પવન સાથે વરસાદ ખાબક્યો છે.
બોડકદેવ, માનસી ચાર રસ્તા, યુનિવર્સિટી, બોપલ, વેજલપુર, ગોતા, જોધપુર, વાસણા, આશ્રમરોડ અને સરખેજ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ દ્વારકા, પાંથાવાડા, મંડાર, ખંભાળિયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.માવઠાને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેતરમાં ઉભેલા ઘઉં, ચણા અને વરિયાળીના પાકને નુકસાનની ભીતિ છે. અંબાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે. અંબાજીના દાંતા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.
સુરત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સુરતમાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ, ભરૂચ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
અમદાવાદ સટ્ટાકાંડમાં અનેક ઘટસ્ફોટ, આ કેસમાં ED ની પણ એન્ટ્રી થશે- Gujarat Post | 2023-03-29 12:02:28
અમદાવાદમાંથી પકડાયો સૌથી મોટો સટ્ટાકાંડ, યુવાનોને તગડા કમિશનની અપાતી હતી લાલચ- Gujarat Post | 2023-03-27 12:12:22
જીએસટી વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને કૌભાંડીઓએ 27.14 કરોડ રૂપિયા ઘરભેગાં કરી નાખ્યાં-Gujarat Post | 2023-03-25 18:23:09