Sat,20 April 2024,8:48 am
Print
header

પરણિત મહિલા સાથેનું પ્રેમપ્રકરણ ભારે પડ્યું, બોપલના મયંકગીરીના હત્યારાઓ ઓળખાયા

મૃતક મયંકગીરીનો ફોટો

અમદાવાદઃ શહેરના બોપલમાં ઉત્તરાયણ ના દિવસે એક યુવકની હત્યા થઇ હતી, જે કેસનો પોલીસે કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે, બોપલમાં રહેતા મયંકગીરી ગોસ્વામીને સરસપુરની એક પરણિત મહિલા સાથે આડા સંબંધો હતા. જેની જાણ મહિલાના ગુનેગાર ભૂતકાળ ધરાવતા પતિને મોબાઇલના માધ્યમથી થઇ ગઇ હતી,અંતે તેને પોતાના સાગરિતો સાથે મળીને પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી. 

14 જાન્યુઆરીએ રાત્રે મયંકનું બોપલમાંથી અપહરણ કરાયું હતુ, જેના સીસીટીવી પોલીસને મળ્યાં હતા, બાદમાં તિક્ષ્ણ હથિયારોથી તેની હત્યા કરાઇ હતી, બોપલમાં અનંતનગર સોસાયટીમાં રહેતા કૌશીકગીરી ગોસ્વામી ખોડિયાર માતાના મંદિરના પૂજારી છે અને તેમના મામાનો દિકરો મયંકગીરી ગોસ્વામી તેમની સાથે એક જ ઘરમાં રહેતો હતો, તે અહીની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો, જો કે પરિવારને તેના આડા સંબંધોની જાણ ન હતી, કારમાં આવેલા પાંચ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતુ અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે.ટોની પટેલ, હર્ષદ સહિત 5 આરોપીઓને પોલીસ શોધી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch