Wed,24 April 2024,2:28 pm
Print
header

વસ્ત્રાપુર પોલીસે નકલી કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, અમેરિકી નાગરિકો પાસેથી લાખો ડોલર પડાવ્યાંની આશંકા

પોલીસને મોટી સફળતા, અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ઝડપાયું નકલી કોલસેન્ટર

અમદાવાદઃ રાતો રાત કરોડપતિ થવાના સપનાઓ સાથે કેટલાક યુવાનો કોલ સેન્ટરના રવાડે ચઢ્યાં છે અને ભારતમાં બેસીને વિદેશીઓ સાથે લાખો ડોલરની છેતરપિંડી કરાઇ રહી છે જેમાં અમદાવાદ પોલીસની સતર્કતાને કારણે શહેરમાંથી વધુ એક કોલસેન્ટર ઝડપાઇ ગયું છે. વસ્ત્રાપુર મોકા કેફે નજીકથી પોલીસે દરોડા પાડીને કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને 7 આરોપીઓને ઝડપી લીધા છે. 

ક્રિષ્ના કોમ્પલેક્સના ત્રીજા માળે સૌરીન રાઠોડ નામનો શખ્સ તેના મિત્રો સાથે મળીને કોલસેન્ટર ચલાવતો હતો. પોલીસે અહીથી વી.સી.ડાયલ નામનું સોફ્ટવેર, કોમ્પ્યુટર અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે જેમાં જાણવા મળ્યું છે કે આ લોકો જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરીને અહીંથી અમેરિકામાં કોલ કરતા હતા ત્યાના નાગરિકોને જુદી જુદી ધમકીઓ આપીને ડોલર પડાવી લેતા હતા, જેમાં કોલ કરનાર આરોપીઓ કહેતા કે તમારા જુદા જુદા બેંક એકાઉન્ટ્સ છે અને આટલો ટેક્સ ભરવાનો બાકી છે. કેટલીક જગ્યાએ તમારી ગાડીમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને અમેરિકી નાગરિકોને ધમકાવતા હતા. આખરે ઘણા યુએસ નાગરિકો પોલીસના ડરથી સેટલમેન્ટ કરી લેતા હતા, જેમાં બિટકોઇન અને વાઉચર તથા જુદા જુદા બેંક એકાઉન્ટમાં 2 હજારથી લઇને 50 હજાર જેટલા અમેરિકી ડોલર ટ્રાન્સફર કરાવી લેતા હતા.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે છેલ્લા ઘણા સમયથી નકલી કોલસેન્ટર સામે લાલ આંખ કરી છે અને તેમની સૂચના અનુસાર આવા કૌભાંડો ઝડપી લેવામાં આવી રહ્યાં છે, હાલમાં વસ્ત્રાપુર પોલીસે આરોપીઓને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કોલસેન્ટર કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ

1. સૌરીન જયેશભાઇ રાઠોડ
2. દુષ્યંત રાકેશકુમાર વર્મા
3. આવિષ્કાર મુકેશભાઇ ઠાકુર
4. શ્રેયસ શિવાજી સાંગળે
5. ચિન્મય પ્રદિપભાઇ નિકમ
6. સંજીવ ભરતભાઇ છેત્રી
7. ચંદ્રગુપ્ત મુકેશભાઇ મહેરિયા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch