Sat,20 April 2024,1:02 am
Print
header

અમદાવાદમાં પોલીસની તોડબાજીનો વીડિયો વાયરલ- Gujarat Post

પોલીસ મણિનગરમાં બુટલેગરો પાસેથી  તોડબાજી કરતી હોવાનો આરોપ

સ્થાનિક યુવકે વીડિયો પોસ્ટ કરી ઉચ્ચ અધિકારીઓનું દોર્યું ધ્યાન

અમદાવાદઃ પોલીસ અને બુટલેગરોની સાંઠગાઠના ઘણા કિસ્સા સામે આવતા હોય છે.હવે અમદાવાદમાં પોલીસની તોડબાજીને કથિત વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. મણિનગરમાં પોલીસ બુટલેગરો પાસેથી  તોડબાજી કરી રૂપિયા લેતી હોવાના આરોપ છે.સ્થાનિક યુવકે મણિનગર પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના પોલીસકર્મી સામે આક્ષેપ કર્યો છે. પોલીસકર્મી દારૂના ધંધાનો આરોપ લગાવવાના નામે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

વાયરલ થયેલી વીડિયો ક્લિપમાં યુવક કહી રહ્યો છે કે અમદાવાદના એસપી સાહેબ, ડીસીપી સાહેબને વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો. મણિનગર પોલીસના જામો ભરવાડ અને દશરથસિંહ નામના પોલીસકર્મીઓ તોડપાણી કરે છે. મનફાવે તે રૂપિયા લે છે.બુકીઓના, દારૂવાળાના અને બુટલેગરના બહુ તોડ કરે છે. હું બે હાથ જોડીને કહું છું મને ન્યાય મળે.ત્યારે આ વીડિયો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેની તપાસ કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch