Thu,25 April 2024,8:29 pm
Print
header

અર્જુન મોઢવડિયાનો સનસનીખેજ આરોપ, પેગાસીસ જાસૂસીનું અમદાવાદ સાથે સીધુ કનેકશન

પેગાસીસ જાસુસી અંગે કોંગ્રેસનો મોદી સરકાર પર ગંભીર આરોપ

મોદી સરકારે ગુજરાતમાં પણ પેગાસીસ સોફ્ટવેરની મદદથી જાસૂસીની શરૂઆત કરી

પ્રાઇવેસીનો ભંગ કરીને કેન્દ્ર સરકારે તમામ નિયમો નેવે મુક્યા

પેગાસીસની મદદથી લોકો પર જાસૂસી કરવામાં આવી છે

અમદાવાદઃ પેગાસીસ સોફ્ટવેરની મદદથી જાસૂસી કરવાના મામલે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે,  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પેગાસીસ સોફ્ટવેરની મદદથી લોકોની જાસૂસી કરાવતા હોવાનો આરોપ છે. રાજ્યસભાની 2017 અને 2020ની ચૂંટણીમાં આવી રીતે જાસૂસી કરાઇ હતી, કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવડિયાએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ મુક્યો છે કે હાલ દિલ્હીમાં ગાજેલુ પેગાસીસ સોફ્ટવેરનું અમદાવાદ તેમજ ગુજરાત કનેકશન છે. જાસૂસીની શરૂઆત નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ થઇ ગઇ છે.આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક મોટા ખુલાસા થઇ શકે તેમ છે.

પેગાસીસ નામના સોફ્ટવેરની મદદથી દેશના પત્રકારો, નેતાઓ, જજ સહિતના લોકોના મોબાઇલ ડેટા ચોરીને જાસૂસી કરવાના રિપોર્ટ બાદ હડકંપ મચી ગયો છે. આજે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક પત્રકાર પરિષદમાં ભાજપ પર આરોપ લગાવ્યો છે અને તપાસની માંગ કરી છે. મોઢવાડિયાએ એમ પણ કહ્યું કે ભાજપના બે નેતાઓની જાસૂસીની વિગતો પણ બહાર આવી છે એમ પણ બની શકે કે ગુજરાતમાં હાલ આ રીતે ભાજપે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જાસૂસી કરાવી હોય,આ મામલે તટસ્થ  તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch