Sat,20 April 2024,7:26 am
Print
header

નિકોલની જૂનિયર કે.જી સ્કૂલમાં એડમિશન માટે રાત્રે વાલીઓના ઉજાગરા, રાતભર સ્કૂલ આગળ જમાવડો

અમદાવાદઃ શહેરના નિકોલમાં આવેલા ચાણક્ય વિદ્યા સંકૂલમાં જૂનિયર કે.જીમાં એડમિશન માટે પડાપડી દેખાઇ હતી, ઓછી ફી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જાણીતી આ સ્કૂલમાં મોડી રાતથી વાલીઓનો જમાવડો દેખાયો હતો, માત્ર 100 બેઠકો હોવાને કારણે પોતાના બાળકો માટે એડમિશન લેવા માટે અહી કેટલાક વાલીઓ ગાદલાઓ લઇને આખી રાત ઉંઘી ગયા હતા, જેથી સ્કૂલ કેમ્પસ બહાર ભીડ જોવા મળી હતી.

આ સ્કૂલમાં કે.જીનું સારૂ શિક્ષણ છે અને ફી પણ ઓછી છે, જેથી મોંઘા શિક્ષણથી ત્રાહિમામ વાલીઓએ એડમિશન માટે અહી પ્રયાસ કર્યા હતા, જેમાં સવારે સ્કૂલ ખુલતા ફોર્મનું વિત્તરણ કરાયું હતુ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch