Tue,23 April 2024,5:12 pm
Print
header

અમદાવાદમાં અમેરિકાથી પરત આવેલા વૃદ્ધ દંપતીએ પોતે જ ચપ્પાથી હાથ અને ગળું કાપી નાખ્યું, પત્નીનું મોત

અમદાવાદઃ મકરબા અંડરપાસ નજીક આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધ દંપતીએ હાથ અને ગળું કાપી લેતા ચકચાર મચી છે. 69 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે 73 વર્ષના તેમના પતિ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ પહેલા આ બંનેએ પોતાના ભત્રીજાને મેસેજ કર્યો હતો કે અમે સ્યૂસાઇડ કરીએ છીએ.

કિરણભાઈ અને તેમનાં પત્ની ઉષાબેન મકરબા અંડરપાસ નજીક આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટના બી બ્લોકના સાતમા માળે રહેતા હતા. સવારે વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં મળ્યું હતુ, ઉષાબેન ભાઉનું મોત થયું હતું, તેમના પતિ કિરણભાઈને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવ અંગે સરખેજ પોલીસે જણાવ્યું કે વૃદ્ધ દંપતીએ ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યાં હતા.આ વૃદ્ધ દંપતી અમેરિકાથી ચાર મહિના પહેલા અહીં આવ્યું હતુ. તેમના પરિવાર વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch