Sat,14 March 2026,1:27 am
Print
header

અમદાવાદના બહેરામપુરામાં 19 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારા ફરાર

  • Published By
  • 2026-02-22 09:32:58
  • /

અમદાવાદઃ શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક અજાણ્યા શખ્સે 19 વર્ષીય યુવકની હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકનું નામ હિમેશ પરમાર (ઉંમર 19 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસે આ ઘટના બની હતી. હિમેશ રાત્રે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વ્યક્તિ સાથે તેની તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા અજાણ્યા શખ્સે હિમેશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

હુમલાખોરે હિમેશના પેટ, હાથ અને શરીરના અન્ય ભાગો પર જીવલેણ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક હિમેશને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસ અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ હિમેશનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  હત્યારાનું પગેરું મેળવવા પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch