નરોડા પોલીસને જોઈને મહિલાઓએ રોડ પર બોટલો નાખી
બિભત્સ ગાળો આપીને ભાગવાનો પ્રયાસ કર્યો
અમદાવાદ: નરોડા પોલીસના દરોડાથી બચવા મહિલાઓએ રસ્તા પર ઘર્ષણ કર્યું હતુ. બિયરનો જથ્થો લઈને જઈ રહેલી બે મહિલાઓ પોલીસે પીછો કરતાં રિક્ષામાંથી જાહેરમાં રોડ પર બિયરની બોટલો ફેંકીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.
નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે. બાતમીને આધારે પોલીસે રિક્ષાનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા રિક્ષા ચાલકે સ્પીડ વધારી હતી, પરંતુ જ્યારે પોલીસ નજીક પહોંચી ત્યારે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓએ અચાનક રિક્ષા ઊભી રખાવી હતી.
પોલીસની હાજરીમાં જ મહિલાઓએ રિક્ષામાં ભરેલા બિયરના થેલા બહાર કાઢીને બોટલો રોડ પર પછાડી દીધી હતી. પોલીસથી બચવા માટે મહિલાઓએ દારૂનો જાતે જ નાશ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલાઓ પોલીસને બીભત્સ ગાળો આપી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
જાહેર રોડ પર કાચની બોટલો ફેંકાતાં રાહદારીઓ ગભરાઈ ગયા હતા અને રોડ પર બિયરનો જથ્થો પથરાઈ ગયો હતો, જેને કારણે પોલીસને બાદમાં રસ્તો સાફ કરાવવાની ફરજ પડી હતી. નરોડા પોલીસે આ સમગ્ર મામલે મહિલાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
રાજ્યમાં 74 લાખથી વધુ વોટની ચોરી થઇ હોવાનો કોંગ્રેસનો દાવો, BLOના મોતનો મુદ્દો પણ ઉઠાવ્યો | 2025-12-11 19:26:51
ગુજરાતમાં રૂપિયા 104 કરોડની સાયબર છેતરપિંડીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, માસ્ટર માઇન્ડ ફરાર | 2025-12-11 09:27:14
અમદાવાદમાં 8 મેડિકલ સ્ટોર્સ પર તવાઈ, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા પકડાયા | 2025-12-10 19:08:00
અમદાવાદમાં IT ના દરોડા, 20 સ્થળોએ 150 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ | 2025-12-09 13:47:30