અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર ક્રાઈમની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એડીસી બેંકની સામે, મારુતિ પ્લાઝા પાસે એક કારમાંથી નજર ચૂકવીને રૂ. 50 લાખની ઉઠાંતરી થતાં ચકચાર મચી ગઈ છે. હેલમેટ પહેરેલા બાઈક સવાર બે અજાણ્યા શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈને પળવારમાં છૂમંતર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફરિયાદીએ બાપુનગર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી રૂ. 50 લાખ રોકડા લીધા હતા. આ રૂપિયા એક થેલામાં ભરીને તેઓ કાર દ્વારા કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન મારુતિ પ્લાઝા પાસે એક બાઈક ચાલકે જાણીજોઈને પોતાની બાઈક કારની પાછળ અથડાવી હતી.
બાઈક અથડાતા જ કારચાલક નીચે ઉતર્યો હતો અને બાઈક ચાલક સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. કારચાલક જ્યારે ઝઘડામાં વ્યસ્ત હતો, ત્યારે જ તેનો ફાયદો ઉઠાવીને બીજા બાઈક પર આવેલા બે હેલમેટધારી શખસોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર પડેલી રૂ. 50 લાખની બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા.
જે કારમાંથી રૂ. 50 લાખની ઉઠાંતરી થઈ, તે કારની તપાસ કરતા અંદરથી ભાજપનો ખેસ તેમજ સામાજિક સંસ્થા ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ મળી આવ્યો છે, જેને કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાધો, જાણો- કોણ હતા આ યુવક-યુવતી ? | 2026-07-13 09:22:30
દુબઈથી ચાલતું રૂ. 250 કરોડનું સાયબર છેતરપિંડીનું રેકેટ ઝડપાયું, MBA ના વિદ્યાર્થી સહિત 19 આરોપીઓની ધરપકડ | 2026-07-12 09:35:04
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ | 2026-07-11 08:55:41
સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ | 2026-07-10 17:25:44