Wed,16 September 2026,3:25 pm
Print
header

ઘરકંકાસનો કરુણ અંજામ: નિકોલમાં પત્ની પર છરીના ઘા ઝીંકીને ફરાર થયેલા પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

  • Published By
  • 2026-08-30 09:37:12
  • /
  • લેવા આવેલા પતિ સાથે અગાશી પર બોલાચાલી થતાં હુમલો કર્યો
  • પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

અમદાવાદ: અમરેલીના એક દંપતી વચ્ચે ચાલતા પારિવારિક કંકાસનો લોહિયાળ અંજામ અંત આવ્યો હતો. પતિ સાથે અણબનાવ બનતાં અમદાવાદમાં બહેનના ઘરે રહેવા આવેલી પત્નીને સમજાવવા આવેલા પતિએ ઉશ્કેરાઈ જઈ છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ પસ્તાવો થતાં અને પોલીસના ડરથી પતિએ વતન પરત ફરતી વખતે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલી પત્ની હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.

અમરેલીમાં સાસરી ધરાવતા રેખાબેનને પતિ ભાવેશ બારૈયા સાથે અણબનાવ ચાલતો હતો. આથી 10 દિવસ પૂર્વે તે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પોતાની નાની બહેનના ઘરે આવી ગઈ હતી. શનિવારે બપોરે ભાવેશ પત્નીને મનાવીને પરત લઈ જવા અમદાવાદ પહોંચ્યો હતો. સાળીના ઘરની અગાશી પર બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે મામલો બિચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન આવેશમાં આવી ગયેલા ભાવેશે પોતાની પાસે રહેલી છરી વડે પત્ની પર તૂટી પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં રેખાબેને બૂમાબૂમ કરતાં ભાવેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. હુમલો કર્યા બાદ ભાવેશ ટ્રેન મારફતે અમરેલી જવા રવાના થયો હતો. જો કે, રસ્તામાં તેણે બોટાદના ઢસા નજીક ચાલુ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત રેખાબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતીને ત્રણ સંતાનો હોવાથી પિતાના મોત અને માતાની ગંભીર હાલત વચ્ચે નિર્દોષ બાળકો પર આભ તૂટી પડ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch