અમદાવાદ: શહેરમાં બ્રિજની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુભાષ બ્રિજમાં તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટના બાદ, વાડજ વિસ્તારમાં આવેલો મહર્ષિ દધીચિ ઓવરબ્રિજ પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. 14 વર્ષ જૂના આ બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા છે અને વાઇબ્રેશનમાં પણ વધારો થયો છે.
બ્રિજના મધ્ય ભાગમાં રોડની સરફેસ ઉખડી ગઈ છે, જેના કારણે લોખંડના સળિયા બહાર આવી ગયા છે. અનેક જગ્યાએ ખાડા પણ જોવા મળી રહ્યાં છે. જ્યારે પણ આ બ્રિજ પરથી ભારે વાહન પસાર થાય છે, ત્યારે બ્રિજમાં ખૂબ જ વધારે ધ્રુજારી (વાઇબ્રેશન) અનુભવાય છે, જે વાહનચાલકો માટે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે સુભાષ બ્રિજ સમારકામ માટે બંધ હોવાથી શાહીબાગ અને દિલ્હી દરવાજા તરફ જતા રોજના આશરે 1 લાખથી વધુ વાહનો હાલ દધીચિ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યું હતું. સુભાષ બ્રિજની ઘટના બાદ તમામ બ્રિજની તપાસના આદેશ અપાયા હોવા છતાં, સૌથી વધુ ટ્રાફિક ધરાવતા આ બ્રિજની આવી હાલત સામે આવતા કન્સલ્ટન્ટ એજન્સી અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.
હાલ એક તરફ મુખ્ય બ્રિજ (સુભાષ બ્રિજ) બંધ છે અને બીજી તરફ ડાયવર્ઝન માટે વપરાતો આ બ્રિજ પણ જોખમી સાબિત થઈ રહ્યો છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11