Sat,20 April 2024,7:38 am
Print
header

ગ્રાહકો માટે આ જાણવું જરૂરી, અમદાવાદના આ D-Mart ને ફટકારાયો 90 હજાર રૂપિયાનો દંડ

કાનૂની માપ વિજ્ઞાન તંત્ર અને નિયામક ગ્રાહક સુરક્ષા દ્વારા ગ્રાહકોના હિતમાં કાર્યવાહી 

 

ફાઇલ ફોટો 

અમદાવાદઃ રાજ્યના મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોને છેતરી રહેલા અને વેચાણ અર્થે મુકેલી વસ્તુઓ પર પુરતી માહિતી ન આપી રહેલા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ડિ-માર્ટને 90 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, આ મોલમાં વેચાણ અર્થે રાખેલા પેકેટો પર ધી લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 તથા પેકેજડ કોમોડિટીઝ રુલ્સ 2011ના જરૂરી દિશા-નિર્દેશો ન દર્શાવવા બાબતે વિભાગને ફરિયાદ મળી હતી, જેની તપાસ કર્યા બાદ ડી માર્ટની આ બેદરકારી જણાઇ આવતા દંડ ફટકારવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા પણ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર અને નિયામક ગ્રાહક સુરક્ષાએ અમદાવાદના આંબાવાડીમાં આવેલા Thymes and Whisk Restaurant માં તપાસ હાથ ધરાઇ હતી, આ રેસ્ટોરન્ટે મેનુકાર્ડમાં વજન કે માપ દર્શાવ્યું ન હોવાની માહિતીને આધારે અહી તપાસ કરાઇ હતી, તેની સામે પણ કાર્યવાહી કરાઇ હતી

કાનૂની માપ વિજ્ઞાન તંત્ર અને નિયામક, ગ્રાહક સુરક્ષા દ્વારા એક પછી એક સ્થળોએ કડક તપાસ કરવામાં આવી રહી છે, રેસ્ટોરન્ટ, થિયેટર, મોલ સહિતના સ્થળોએ જો તમારી સાથે પણ કોઇ પણ પ્રકારની છેતરપિંડી થાય છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch