Wed,24 April 2024,9:57 am
Print
header

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર-ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, કોર્પોરેટરને સ્ટુપિડ કહેતા હોબાળો

અમદાવાદ: કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચેનો ગજગ્રાહ ફરીથી સામે આવ્યો છે, અગાઉ અધિકારીઓ માટે બનાવી દીધેલા જીમ મામલે મેયર અને કમિશનર વચ્ચે વિવાદ થયો હતો, આજે પ્રજાની સમસ્યોઓ મામલે નવા પશ્વિમ જોનની ઓફિસમાં મળેલી બેઠક દરમિયાન કમિશનર વિજય નેહરા અને વેજલપુરના કોર્પોરેટર દિલીપ બદડીયા વચ્ચે બોલાચાલી થઇ છે, શાસક પક્ષના નેતા અમિત શાહે જણાવ્યું છે કે બદડીયાએ રસ્તાઓ મુદ્દે સવાલ કર્યા હતા, જેમાં ગુસ્સે ભરાયેલા કમિશનર વિજય નેહરાએ તેમને સ્ટુપિડ, રાસ્કલ કહી દીધું હતુ, બાદમાં તેઓ બેઠક છોડીને ચાલ્યાં ગયા હતા.

કોર્પોરેટરોનો આરોપ છે કે 2017ના મંજૂર થયેલા રસ્તાઓ આજે પણ બન્યાં નથી, વારંવાર કમિશનર ઓફિસને લેખિતમાં જાણ કરી હોવા છંતા રસ્તાઓ ન બનતા તેમના વિસ્તારના લોકોએ હેરાન થવું પડી રહ્યું છે, તેની રજૂઆત કરતા કમિશનરે ઉડાવ જવાબ આપીને તેમને ગાળો આપી છે, કમિશનરે દિલીપ બગડીયાને સ્ટુપિડ કહેતા બીજા કોર્પોરેટરો પણ રોષે ભરાયા છે અને તેમને આ મામલે ભાજપમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch