Fri,19 April 2024,5:56 am
Print
header

સ્ટિંગ ઓપરેશનથી હડકંપ, પોલિટેકનિક કેમ્પસમાં આવેલી ડે.કલેક્ટર સ્ટેમ્પ અને મૂલ્યાંકન કચેરીનો ભ્રષ્ટાચાર ખુલ્યો

રૂ.72 લાખની લાંચના કેસમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્મચારીઓની બદલીના આપ્યાં આદેશ 

હાઇકોર્ટના વકીલે સ્ટીંગ ઓપરેશન કરીને મહેસૂલ મંત્રીને આપ્યાં પુરાવા 

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના વકીલ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીપેન દવેએ મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારમાં તેમને પુરાવા તરીકે વહીવટદાર સાથેની ઓડિયો ક્લિપ જારી કરી છે. જેમાં 72 લાખ રૂપિયાની માંગ કરાઇ રહી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે મહેસૂલ વિભાગનો કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું રેકોર્ડિંગ કરીને મને મોકલજો.આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. 

જે બાદ વકીલ દીપેન દવેએ પાંજરાપોળ સ્થિત પોલિટેકનિક કેમ્પસમાં આવેલી ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ અને મૂલ્યાંકન કચેરીમાં દસ્તાવેજના કામ સામે લાંચનો પર્દાફાશ કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ ડેપ્યુટી કલેકટર કે.કે. શાહે તેમના  વહીવટદાર મારફતે પ્રતિ દસ્તાવેજ રૂપિયા 7000ની માંગણી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે, દીપેન દવે પાસે સોસાયટીના 1800 દસ્તાવેજો કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. કુલ 72 લાખ રૂપિયાની લાંચનો આ કેસ છે, હાઈકોર્ટના એક વકીલે કરેલા આ સ્ટીંગ ઓપરેશન બાદ  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચ્યાં હતા અને કર્મચારીઓની બદલીના આદેશ આપી દીધા હતા.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે લાંચના કેસમાં નાગરીકો હિંમતથી આગળ આવે અને ભ્રષ્ટાચારીઓને સબક શીખવે. સરકારી કચેરીઓમાં ખોટું થતું હોય તો તેનું સ્ટીંગ ઓપરેશન કરો અને હિંમતથી આગળ આવીને ભ્રષ્ટાચાર સામેની જંગમાં સામેલ થાઓ. ત્યારે આ સ્ટીંગ બાદ ગુજરાતમાં હડકંપ મચી ગયો છે, સરકારી કચેરીઓમાં કરોડો રૂપિયાની લાંચ લેવાઇ રહી હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.

 વકીલ દીપેન દવે

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch