Wed,24 April 2024,9:50 am
Print
header

માસ્કના નિયમની ઐસી કી તૈસી.. અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કીરીટ પરમાર માસ્ક વગર દેખાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસની સૌથી વધારે અસર અમદાવાદમાં છે મોતનો આંકડો અને કેસોની સંખ્યા અહીં સૌથી વધારે છે તેમ છંતા ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ હજુ પણ સુધરવાનું નામ નથી લેતા, અગાઉના મેયર બિજલ પટેલની જેમ ભાજપના નેતા અને હાલના અમદાવાદના મેયર પણ હવે માસ્ક વગર દેખાઇ રહ્યાં છે. નરોડા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરનાં ઉદ્ધઘાટનમાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનનાં પી.આઇ વી.જે રાઠોડ માસ્ક વગર ફોટો પડાવતા જોવા મળ્યાં હતા. 

સામાન્ય નાગરિકોને પોલીસ અને કોર્પોરેશન માસ્ક વગર 1000 રૂપિયાનો દંડ ફટકારે છે અને હવે ભાજપના જ નેતા માસ્ક વગર ફરી રહ્યાં છે ત્યારે તેમની સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે અગાઉ ભાજપની ચૂંટણી સભાઓને કારણે કોરોનાએ તાંડવ મચાવ્યું છે ત્યારે નેતાઓના આવા વલણને કારણે જ કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch