Fri,26 April 2024,5:12 am
Print
header

અમદાવાદઃ વાસણામાં એક યુવકે પરિણીતાના ઘરમાં જઇને કરી અશ્લીલ હરકત, કહ્યું ભાભી અહીં આવો પછી બાથમાં લઈને..

પ્રતિકાત્મક ફોટો 

અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં પરિણીતા સાથે શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. પરિણીતા ઘરે વાસણ ધોતા હતા ત્યારે એક શખ્સ તેમના ઘર સામે જોઈ રહ્યો હતો પછી અચાનક જ તે પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો પોતાનો ચડ્ડો ઉતારીને અશ્લિલ હરકત કરીને ભાભી અહીં આવો તેમ કહીને પછી મહિલાને બાથમાં લઈને નીચે સુવડાવવાની કોશિશ કરી હતી. પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ આવીને શખ્સને ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

વાસણા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલા પતિ અને બાળકો સાથે રહે છે. પરિણીતાના પતિ નારણપુરામાં નોકરી કરે છે. રવિવારના રોજ સાંજે પરિણીતા તેમના ઘરના ઉપરના રૂમમાં એકલા કામ કરી રહ્યાં હતા ત્યારે જ દિપક નામનો શખ્સ નીચે ઉભો હતો અને પછી ત્યાં પહોંચી ગયો હતો. હાલમાં આરોપી સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ સનસનીખેજ ઘટના પછી સોસાયટીના રહીશોએ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch