Mon,09 December 2024,1:40 pm
Print
header

ACB ટ્રેપઃ અમદાવાદમાં રૂ.1,00,000 ની લાંચનો પર્દાફાશ થયો, આરોપીની ધરપકડ

અમદાવાદઃ એસીબીએ અમદાવાદમાં 1 લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કર્યો છે, રાકેશ સુરેન્દ્વભાઇ પરીખ (પ્રજાજન) ધંધો: ડેકોરેશન ઉં.વ. 51, રહે- ઓલ્ડ ઘનશ્યામ ભુવન સિંધી માર્કેટની પાછળ, મણીનગર, અમદાવાદને લાંચ લેતા ઝડપી લીધા છે.

આરોપીએ મણિનગરમાં નાથાલાલ ઝઘડીયા બ્રીજ નીચે, લકી હોટલ સામે, જાહેર રોડ પર જ લાંચ લીધી હતી અને એસીબીએ ત્યારે જ ટ્રેપ કરી હતી.

થોડા સમય પહેલા ફરીયાદી અને તેના મિત્ર દારૂની બોટલ સાથે પકડાતા તેઓની વિરૂધ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો, જે કામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના બે પોલીસ કર્મચારીઓએ ફરીયાદી તથા તેના મિત્રને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, તેઓને માર નહીં મારવા, મોબાઇલ જમા નહીં લેવા અને તાત્કાલીક જામીન આપવા અઢી લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તેમને સમય માગ્યો હતો અને હવે રકજકને અંતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કિ કરાયું હતુ, જેમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ, પોલીસકર્મી વતી લાંચ લેતા રાકેશ નામના આરોપીને એસીબીએ ઝડપી પાડ્યો છે. લાંચિયા પોલીસકર્મીઓને લઇને એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી: આર.આઇ.પરમાર,
પોલીસ ઇન્સપેક્ટર
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી.ટીમ

સુપર વિઝન અધિકારીઃ કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch