Fri,19 April 2024,11:07 am
Print
header

જુહાપુરાઃ આમેના ખાતુનની નર્સ સહિત 3 લોકો રેમડેસિવિર ઇન્જેકશનની કાળાબજારીમાં ઝડપાયા

અમદાવાદઃ હાલ પણ કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં ન હોવાને કારણે કાળાબજારી કરતા તત્વો સક્રિય છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી લેવાઇ છે. જુહાપુરામાં આવેલી આમેના ખાતુન હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ, મેડીકલ સ્ટોરમાં કામ કરતા એક વ્યક્તિ સહિત 3 ને ઝડપી લેવામાં આવ્યાં છે.

આ બનાવની વિગતો એવી છે કે એસઓજીના અધિકારીઓને બાતમી મળી હતી કે કેટલાંક લોકો  રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરીને અનેક ગણી કિંમતે વેચાણ કરે છે. બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક બનીને બે ઇન્જેક્શનનો રૂપિયા 40 હજારમાં સોદો નક્કી કર્યો હતો. જેમાં બે સગીરો ઇન્જેક્શનની ડીલેવરી આપવામાં આવ્યાં હતા. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જુહાપુરામાં આવેલા સીફા મેડીકલ સ્ટોરમાં કામ કરતા મહમંદ અદનાન જાફરે તેમને ફોન કરીને આમેના ખાતુનમાં નર્સ તરીકે ફરજ બજાવતા શ્રધ્ધા મુદ્દલીયાર નામની મહિલાને ફોન કરવાનું કહ્યું હતું શ્રધ્ધાએ આ ઇન્જેક્શન સીફા મેડીકલથી લેવા માટેની વાત કરી હતી. જ્યા મેડીકલ સ્ટોરમાં હાજર નદીમે ઇન્જેક્શન આપ્યાં હતા. આમ પોલીસે માહિતીને આધારે ત્રણેયની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch