જો શરૂઆતથી પુરતા પ્રમાણમાં આયોજનબધ્ધ રીતે વેક્સીનેશન કરાયુ હોત તો લાખો લોકોને બચાવી શકાયા હોતઃ શક્તિસિંહ
અમદાવાદઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતની સ્થિતિને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે કહ્યું કે અમદાવાદની નામાંકિત ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર પુરતા ઉપલબ્ધ નથી. કોરોનાની 1200 બેડની હોસ્પિટલમાં આઇસીયુના 300 બેડ જ છે.જે હાલની સ્થિતિને અનુસંધાને ખુબ જ ઓછા છે. જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીના સગાને યોગ્ય જવાબ નથી મળતો. શક્તિસિંહે વેક્સીનના મામલે પણ સરકાર પર ગંભીર આક્ષેપ મુક્યાં છે કહ્યું કે દિલ્હીની નામદાર હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપતા કહ્યું હતુ કે, જયારે વેક્સીન ઉપલબ્ધ છે ત્યારે તેની પ્રાથમિકતા દેશના નાગરિકોને મળવી જોઈએ. સરકાર દેશના નાગરિકોને સંપૂર્ણ વેક્સીન પૂરી પાડવાને બદલે બહારના દેશોમાં વેક્સીન વેચી રહી છે અને દાન આપી રહી છે તે બરાબર નથી. જે કામ આવતીકાલે કરીશું તેમ સરકાર કહે છે તે કામ ગઈકાલે પૂરું થઈ જવું જોઈતુ હતુ. દિલ્હી હાઈકોર્ટની આટલી મોટી ચેતવણીની અવગણનાને કારણે જ આજે આપણો દેશ દુનિયામાં કોરોનાના કેસોની બાબતમાં બીજા નંબર ઉપર પહોંચી ગયો છે. જો શરૂઆતથી જ વેક્સીનેશન ઝડપથી કરવામાં આવ્યું હોત અને જેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું તેમ દેશના નાગરિકોને પ્રાથમિકતા આપી હોત તો આજે દેશમાં નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી ગયો હોત, લોકોને કોરોનાની ભયંકર સ્થિતિમાંથી બચાવી શકાયા હોત.
શક્તિસિંહ ગોહિલે એક નેતા તરીકે નહી પણ ગુજરાતી તરીકે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે અને ભારત સરકાર પાસેથી જરૂરી મદદ મેળવે પરંતુ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18