Mon,26 October 2020,12:25 am
Print
header

બે વાર લગ્ન અને ત્રણ પ્રેમની કબૂલાત, પત્નીના તાજેતરના સંબંધોની જાણ થતા તેના પતિએ કર્યો હતો આપઘાત

અમદાવાદ: શહેરના કાગડાપીઠ વિસ્તારમાં 14 દિવસ પહેલા ભરત મારુ નામના યુવકે આત્મહત્યા કરી હતી. તેની તપાસ બાદ પોલીસે આત્મહત્યા માટે જવાબદાર પત્નિ દક્ષા મારુ અને પ્રેમી જિગ્નેશ ઉર્ફે કાલુની ધરપકડ કરી છે. પોલીસે પ્રેમી જિગ્નેશ મકવાણા અને પત્નિ દક્ષા મારુની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા એકઠા કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આરોપી પત્નિ અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી પરિવારના સંબંધો નેવે મુકી ચુકી હોવાનુ સામે આવ્યું છે. આ બનાવ બાદ બે પરિવાર અને તેના બાળકોનું ભવિષ્ય રખડી પડ્યું છે.

આરોપી પત્નિએ કરેલા ખુલાસા બાદ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. આરોપી પત્ની દક્ષાની પુછપરછ કરતા સામે આવ્યુ કે દક્ષાના લગ્ન 10 વર્ષ પહેલા નિતીન સોલંકી સાથે થયા હતા. પરંતુ લગ્નના દસ દિવસ બાદ સામે આવ્યુ કે દક્ષાનું ગારિયાધારના એક યુવક સાથેનું પ્રેમપ્રકરણ સામે આવતા તેમના છુટાછેડા થયા હતા. દક્ષા અગાઉ પણ પ્રેમના ખેલ ખેલી ચુકી છે. બાદમાં 9 વર્ષ પહેલા દક્ષા ગીતામંદિર રોડ પર પોતાની બહેન સાથે રહેતી હતી. તેનો સંબંધ મૃતક ભરત મારુ સાથે થયા બાદ તેના લગ્ન થયા અને 3 વર્ષનો બાળક પણ છે. જોકે છેલ્લા 3 મહિનાથી દક્ષા જિગ્નેશ મકવાણા સાથે પ્રેમ સંબંધમાં હતી અને તેની જાણ દક્ષાના પતિ ભરત મારુને થતા તેને આત્મહત્યા કરી લીધી હતી. 

પતિની આત્મહત્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પત્નિ અને પ્રેમીની ધરપકડ કરી છે સંબંધના ખેલમા બે પરિવાર વિખેરાઈ ગયા છે. દક્ષા તેની સજા જેલમાં કાપશે સાથે તેનો પ્રેમી પણ જેલમા જશે. જો કે દક્ષાનો 3 વર્ષનો પુત્ર અને પ્રેમીના પોતાની પત્ની અને બે બાળકોનુ ભવિષ્ય જોખમમા મુકાયું છે કારણ કે 3 બાળકો પરથી માતા પિતાની છાયા છીનવાઈ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->