ડો. હિતેન્દ્રએ તેની સેક્સની ઈચ્છા પૂરી કરવા ખોટા લગ્નનું કર્યું હતુ નાટક
અમદાવાદઃ ડોકટર પતિ અને સાસુ સસરા ના ત્રાસથી સાથળ પર સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કરનાર મહિલાના ડૉક્ટર પતિની ધરપકડ કરી લેવાઇ છે. પોલીસે મૃતક મહિલાના પતિ ડો. હિતેન્દ્ર ઉર્ફે હિતુ પટેલ, સસરા મનુ પટેલ અને સાસુ સુભદ્રા પટેલની ધરપકડ કરી લીધી છે.
મહિલાએ લખ્યું હતુ કે તેને પતિ નશાના ઇન્જેક્શન આપીને વારંવાર તેની સાથે શારિરીક સંબંધો બાંધતો હતો અને તેના પર અત્યાચાર કરતો હતો. મહિલાએ પોતાના સાથળ પર આ બધુ લખીને આત્મહત્યા કરી લીધી હતી.
ઓઢવ વિસ્તારમાં રહેતી મહિલાએ મેરેજ બ્યૂરોમાં પોતાનો બાયોડેટા આપ્યો હતો અને મેરેજ બ્યુરો મારફતે તેનો સંપર્ક સોલા રોડ પર આવેલ દેવ કુટીર સોસાયટીમાં રહેતા ડો.હિતેન્દ્ર પટેલ સાથે થયો હતો. બંનેના પરિવારજનોની સંમતિથી 28મી ઓગસ્ટે ઓઢવ ખાતે ઓર્ચીડ હોટલમાં તેઓના લગ્ન થયા હતા.એક દિવસ હિતેન્દ્રનો મૃતક મહિલાના ભાઈ પર ફોન આવ્યો હતો કે મારા માતા-પિતાને તમારી બેન સાથે મનમેળ ન હોવાથી તેઓ ઘરમાં રાખવાની ના પાડે છે હવે તેને મોકલતા નહીં. જે અંગે ઘરમાં વાત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે હિતેન્દ્રના જન્મદિવસની ઉજવણી ધાબા પર કરતા હોવાથી તે તેના સાસુ-સસરાને ગમ્યું ન હતું તે વખતે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
બાદમાં તેના સાસુ અવારનવાર તેને જમવાનું બનાવતા આવડતું નથી, અને દહેજમાં 20 તોલા સોનાની માંગ કરીને માનસિક ત્રાસ આપતા હતા. ચોથી ફેબ્રુઆરીએ મહિલા પતિ હિતેન્દ્રને સમજાવવા માટે તેની હોસ્પિટલ પર ગઈ હતી તે દરમિયાન પણ હિતેન્દ્રએ તેને માર મારીને કાઢી મૂકી હતી. તે સતત માનસિક તણાવમાં રહેતી હતી અંતે તેણે ઝેરી દવા પીને સાથળ પર સ્યૂસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લેતાં તેના પિતાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા બદલ ફરિયાદ દાખલ કરાવી હતી. હવે આરોપીઓને ઝડપીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
ડાન્સરો સાથે મોજમસ્તી, ભાજપ છોડીને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર ભાવનગરના નેતાનો વીડિયો વાઇરલ
2021-02-25 11:18:15
સાવધાન, અમદાવાદમાં આજથી માસ્ક નહીં પહેરનારાઓ સામે મેગા ડ્રાઇવ
2021-02-25 09:43:24
રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે દરિયામાં લગાવી ડૂબકી, સામે આવી તસવીરો
2021-02-25 10:34:38
વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ હવે ઓળખાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે
2021-02-24 14:35:50
ભારતીયો આનંદો, અમરિકાનું નાગરિકત્વ મેળવવું બનશે સરળ, 2008 જેવો જ આપવો પડશે ટેસ્ટ
2021-02-24 11:04:48