Thu,25 April 2024,2:26 pm
Print
header

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને લીધું અડફેટે

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન

કારચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું મોત

અમદાવાદઃ શાહપુરમાં કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું મોત થયું છે. જ્યારે પત્નીને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાફલો અકસ્માતના સ્થળે દોડી આવ્યો હતો અને પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

શહેરના નવા વાડજ ખાતે રહેતા નીતિનભાઈ ભાવસાર તેમના પત્ની ગાયત્રીબેન સાથે એક્ટિવા પર શાહપુર સાસુને મળવા આવ્યાં હતા. રાત્રે તેઓ શાહપુરથી નવા વાડજ પરત ફરી રહ્યાં હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટે લેતા દંપતી હવામાં ફગોળાયા હતા. અકસ્માતમાં નીતિનભાઈનું મોત થયું હતું, જ્યારે ગાયત્રીબેનને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ફરાર કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch