Fri,19 April 2024,6:49 pm
Print
header

ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, AMC કમિશનર વિજય નેહરા અને ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેમ જેલ ન મોકલવા જોઇએ ?

અમદાવાદ: હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા અને ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ સામે નારાજગી દર્શાવીને સવાલ કર્યો છે કે આ બંને અધિકારીઓને કેમ જેલ ન મોકલવા જોઇએ ? શહેરમાં રોડ-રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તાઓ પર રખડતા ઢોર, પાર્કિંગની સમસ્યા, ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકની સમસ્યા મામલે મુસ્તાક હુસેન મેહંદી હુસેન કાદરી નામના અરજદારે હાઇકોર્ટમાં એક કન્ટેમ્પ પીટિશન દાખલ કરી છે, જેમાં જસ્ટીસ એમ.આર.શાહના ચૂકાદાનો અમલ ન થયો હોવાનું કહેવાયું છે, આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે કહ્યું કે કોર્ટનો અનાદર કરવા બદલ રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જેલમાં કેમ ન મોકલવામાં આવે ?

23 ઓક્ટોબરે ગુજરાત હાઇકોર્ટે બંને અધિકારીઓને નોટિસ ફટકારીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતુ, પરંતુ તેઓ ગેરહાજર રહેતા કોર્ટે આવું વલણ અપનાવ્યું છે. હવે આગામી 28 નવેમ્બરે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, 2018માં જસ્ટિસ એમ.આર.શાહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે શહેરમાં ટ્રાફિક અને બિસ્માર રસ્તાઓને લઈને કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસને કેટલાક નિર્દેશ આપ્યાં હતા, ત્યાર બાદ કોર્પોરેશન દ્વારા થોડા સમય માટે દબાણો દૂર કરવા અને પાર્કિંગ મામલે કાર્યવાહી કરાઇ હતી, બાદમાં સ્થિતિ પહેલા જેવી થઇ ગઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch