Thu,21 May 2026,3:28 am
Print
header

અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 43.8 ડીગ્રી સે. તાપમાન નોંધાયું; આજે પારો 44 ડીગ્રીએ પહોંચવાની સંભાવના

  • Published By
  • 2026-04-26 10:15:55
  • /

અમદાવાદ: ભારતીય હવામાન વિભાગે વધુ ગરમીની આગાહી કરી છે. જેથી રવિવાર અમદાવાદીઓ માટે કાળઝાળ ગરમીનો દિવસ બની રહેશે અને પારો 44 ડીગ્રી C ને સ્પર્શે તેવી શક્યતા છે. શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 43.8 ડીગ્રી સે.નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધુ હતું. ચાલુ ઉનાળાની સિઝનનું આ શહેરનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.

શહેરમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27 ડીગ્રી નોંધાયું હતું. શનિવારે સવાર અને સાંજ એમ બંને સમયે હવામાં ભેજનું પ્રમાણ 50 ટકાથી ઓછું રહેતા લોકોએ ભારે અકળામણ અનુભવી હતી. બપોરના સમયે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા અને પ્રવાહીનો સહારો લીધો હતો.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં હજુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, ત્યાર બાદ તેમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પારો 41ડીગ્રી C થી 44 ડીગ્રી C વચ્ચે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 ડીગ્રી C વચ્ચે રહેવાની શક્યતા છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી.

  • સુરેન્દ્રનગર: 44.4°C
  • અમદાવાદ: 43.8°C
  • અમરેલી: 43.7°C
  • રાજકોટ અને ભૂજ: 43.3°C
  • ગાંધીનગર: 43.2°C
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch